45 - ઝળહળી ગયો / ગૌરાંગ ઠાકર
ચારે તરફ ગયો પછી પાછો વળી ગયો,
મારો અવાજ જ્યારથી હું સાંભળી ગયો.
વૃક્ષોના વાળ વાયરો ઓળી રહ્યો છે પણ,
મારી હું વ્યસ્તતાને લઇ લઈ નીકળી ગયો.
અજવાસમાં જ મેં અહીં દીવો કરી દીધો,
અંધારમાં પછી હું બધે ઝળહળી ગયો.
કેવળ જરૂરી છે અહીં મજબૂત ઝંખના,
પથ્થર નદીની જોઈ તરસ ઓગળી ગયો.
લોહીનાં આંસુ કઈ રીતે લૂછી શકાય, દોસ્ત ?
મારાં નગરને જોઇને હું ખળભળી ગયો.
0 comments
Leave comment