15 - તું કહે સખી, કેમ કરી હૈયાને જાણવું ? / તુષાર શુક્લ
તું કહે સખી, કેમ કરી હૈયાને જાણવું ?
પલભરમાં બળબળતા ઉનાળુ વાયરા
ને પલભરમાં ઝરમરતું વાદળ
એકાન્તે તરફડતી માછલી શું હૈયું
પણ દરિયો થઈ જાય તારી આગળ
એનું પલ પલનું રૂપ મારે માણવું
આંખની અટારીએથી જોયા કરું હું
કોઈ ક્યારે લાવે રે એનો કાગળ
કાગળ આવે ને વહે આંસુ ચોધાર
એના અક્ષર પર ઢળી જાય કાજળ
એની આરપાર કેમ કરી વાંચવું ?
દર્શનની ઝંખનાના દીવા બળે છે
મારી મોરપીચ્છ ઓઢણીના ગામમાં
આવળનાં ફૂલ, તો ય મ્હોરી ઉઠે છે
એવું જાદુ ભર્યું છે એના નામમાં
એનું મનગમતા અણસારે આવવું.
0 comments
Leave comment