8.4 - ગ્રુપીઝમ તો માણસની રગરગમાં વહે છે / સંવાદ / જ્વલંત છાયા


   રાજકારણ અને જાહેર જીવન સાથે સંકળાયેલી કેટલીક ટર્મ, કેટલાક શબ્દો છે તેમાં કૌભાંડ પછી જૂથ, જુથવાદ, ગ્રુપીઝમ શબ્દ મોખરે છે. રાજનીતિ જેટલી જૂની છે તેટલો જ જુનો છે જુથવાદ. મોદીજુથ કે કેશુભાઈ જુથ હજુરિયા જુથ ને ખજુરીયા જુથ. સોલંકી જુથ ને મોઢવાડીયાં જુથ.. (હોય તો હો, પાકી ખબર નથી.) સૌરાષ્ટ્રનાં રાજકારણમાં તો દાદા જુથ ને કાકા જુથ પણ છે. પટોળામાં તાંતણો વણાય એમ આ શબ્દ રાજકારણમાં વણાઈ ગયો છે. એટલે બાકી વિશ્વનું એવું કયું તત્વ છે જે જુથથી પર છે ? ઈનાફેક્ટ જગતના સંતુલનમાં આ જુથવાદ, જુથનું યોગદાન છે. ગ્રુપીઝમને મોટા ભાગે નકારાત્મક પરિવેશમાં લેવામાં આવે છે. પરંતુ તેને જો પોઝિટીવ કે નેગેટિવ જેવી વિભાવનાઓના પરિઘમાંથી બહાર કાઢવામાં આવે તો ખ્યાલ આવે કે જુથ, ગ્રુપ એ આપણી પરંપરા, પુરાણ, ઈતિહાસ, સમાજજીવન વ્યવસાય બધામાં છે.

   પોલિટીકલ ગ્રુપીઝમ તો બરાબર એક સરખાં વિચાર (!) અને બુદ્ધિ (!) વાળા લોકો એકત્ર થઈ જાય એટલે પક્ષ અને પછી તેમાં અવગણના અને અસંતોષ જન્મે એટલે અસંતુષ્ટ નામની જીવાત એમાં પેદા થાય અને શરુ થાય જુથવાદ. આ તો આઝાદી પૂર્વેનું બધું ચાલ્યું આવે છે. ઇટ્સ ઓકે, પણ એ સિવાય જુથ શબ્દ જુથ તત્વ ક્યાં જીવે છે ?

   ધ લોંગ આન્સર ઈઝ રેડી, આ આખું મલક એટલે વિશ્વ જે રીતે આપણે જોઈ શકીએ છીએ તે સ્વરૂપે તે છે તેનું કારણ છે અનુ પરમાણુ પ્રોઢાને ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન ન્યૂ જુથ અથવા સમૂહ એવું આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભણી ગયા. તેમને યાદ હશે. મને પરફેકટલી યાદ નથી, બે પરમાણુનો એક અણુ બને અને એ પરમાણુને તોડવાથી વિસ્ફોટ થાય, જે જગત આપણે જોઈ શકીએ છીએ એ આ વિસ્ફોટથી નાશ પામી શકે. વિજ્ઞાન જ નહીં, સાહેબ સમસ્ત સૃષ્ટિમાં અનેક દૃષ્ટાંતો છે. જેમાં આપણે ‘નરી આંખે’ જુથ જોઈ શકીએ. સપ્તપર્ણી નામનું વૃક્ષ થાય છે. તેમાં ડાળી પર જે પાન ઊગે એ પાન એક-બે નહીં પરંતુ એક સાથે સાત-સાતના જુથમાં ઊગે છે. એક ફૂલ થાય છે જેમાં વચ્ચે પાંચ પાંખડી હોય છે, આસપાસ સો પાંખડી એટલે એને કૌરવ પાંડવ ફૂલ કહેવાય છે. ગુલાબની પાંદડીઓ પણ એક જુથ જ છે ને એન આઈ રીમેમ્બર અવિનાશ વ્યાસ..... ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ...’ મોટાં ગ્રુપમાં નોકરી કરતી નાના વાળવાળી છોકરીઓ જો કે વેણી નાખતી નથી. એને મન સુગંધનો સદેહ અવતાર સ્પ્રેની બોટલ હોય છે. સોરી ગર્લ્સ.

   એની વે, ગ્રુપીઝમની વાત છે તો શિયાળાની સાંજે શિસ્તના પર્યાય સમાન કુંજ પક્ષીની કતાર આકાશમાં ઊડતી જોવા મળે છે તે જુથ અને નભોમંડળની ગેલેક્સી, આકાશગંગા એ પણ ગ્રુપ છે. દરિયો એ પણ ટીપાઓનો વિરાટ સમૂહ છે. ગુજરાતમાં નળસરોવર, કચ્છ અને એવા અનેક સ્થળે દર વર્ષે હજારોની સંખ્યામાં સેંકડો માઈલનું અંતર કાપીને પક્ષીઓ મહેમાન બને છે. તેઓ અહીં જુથમાં જ ઊતરે છે ને ! અને સિંહનાં ટોળા ન હોય. એવી કહેવત ભલે કોશમાં છે બાકી સાવજ પણ પરિવારની સાથે રહેતું પ્રાણી છે. જંગલી પ્રાણી – પશુ જ નહીં સામાજિક પ્રાણી કહી, જેને એ પ્રાણીસૃષ્ટિથી જુદો પાડવાનો પ્રયાસ થતો રહે છે તે માનવી પણ સર્વગ્રાહી રીતે જુથથી પર નથી, ન જ હોય માનવીની ઉત્પત્તિ માટે અનિવાર્ય રીતે જવાબદાર તત્વ એવું વીર્ય એ હજારો શુક્રાણુઓનું એક જુથ જ છે અને તેના દ્વારા મળતું માણસનું શરીર પાંચ મહાભૂતનું ગ્રુપ છે. કુટુંબભાવના પરિવાર એવું બધું આવ્યું જ આ ગ્રુપીઝમમાંથી ભૂખની જેમ જ ભય, દર, ખૌફ એ ભાવના પણ માણસમાં સહજ છે, ‘ઇનબિલ્ટ’ છે અને એટલે તેના ‘કાઉન્ટર મિકેનીઝમ’ તરીકે ગ્રુપ-જુથ, સંઘભાવનાનો ઉદભવ થયો તેવું નૃવંશશાસ્ત્રીઓ માને છે. માણસની ઉત્પત્તિના શરૂઆતના કાળ પછી સાવ એકલો સંબંધ વગરનો માણસ હોય તેવું સાંભળ્યું નથી. હા, ટોળામાં માણસ એકલો હોઈ શકે.

   માણસનાં તો જુથ હોય, એના લોહીના પણ ગ્રુપ છે ને ! આખા જગતની વસ્તીને જુદા જુદા અનેક માપદંડો નીચે મૂકીએ છીએ પણ એને સાંકડું સ્વરૂપ આપવું હોય તો ? એ.બી. અને ઓ પોઝિટીવ અને નેગેટિવ બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડ સ્પીયરે ૧૮૦૧ મા કરી હતી અને આર.એચ.એટલે કે પોઝિટીવ, નેગેટિવ ૧૮૩૨માં શોધાયા, આનુવાંશિક લક્ષણો પ્રમાણે રક્તકણો પર ચોક્કસ પ્રકારના ‘એન્ટીજન્સ’ હોય છે. તેના આધારે આ ગ્રુપ નક્કી થાય છે એટલે આપણે એવું કહી શકીએ ભાઈ આ જુથ કે જુથવાદ તો માણસનાં લોહીમાં વહે છે, તેની રગ રગમાં ગ્રુપ છે. (માણસના લોહીમાં છે તોય રાજકારણીનો જુથવાદ છે બોલો !!) આપણા શાસ્ત્રોમાં પણ એજ વાત છે, ઋગ્વેદ કહે છે, ‘સહ એકાકી ન રમતે...’ એટલે કે પુરુષ (માણસ) એકલો જીવી શકતો નથી એ ઋગ્વેદની ઋચાઓ સંઘનો સંદેશ પણ એ જ છે એ ઋચા જાણીતાં સંગીતકાર સલિલ ચૌધરીએ મસ્ત રીતે કમ્પોઝ કરી હતી. ઓહ યસ, ઓરકેસ્ટ્રા એ પણ એ જ છે ને !! બૌદ્ધીઝમ કહે છે, ‘સંઘમ શરણ ગચ્છામી...’ ઈતિહાસ જોઈ લઈએ, તેના પ્રવાહો, સત્તા, શાસન અને યુદ્ધો.. જુથ હતાં તો બધું હતું. આધુનિક માનવી પણ જુથની થિયરીથી સહેજ પણ પર નથી. એમ.બી.એ ભણ્યા હો એને ખ્યાલ હશે, ગ્રુપ ડાયનેમિક નામનો એક ટોપિક તેઓ ભણે છે. મેનેજમેન્ટની થિયરીઓ તેના પર આધારિત છે. કર્મચારી એકલા હોય અને જુથમાં હોય તો તેના કામની ક્ષમતા ઈરાદા અને પરિણામમાં ફેર પડે છે. ‘ગ્રુપીઝમ’ કંપનીઓમાં હોય છે. કોર્પોરેટ સેક્ટરમાં કોઈ વ્યક્તિ બીજી કંપનીમાં જાય એટલે સાથે અનુયાયીઓનો કાફલો લઇ જાય.

   ગ્રુપીઝમના ગેરફાયદા કંપનીને હોય. ગ્રુપના સભ્યો માટે તો એ પ્રગતિનું માધ્યમ છે !! રાજકારણની જેમ જ પ્રોફેશનમાં મોટી નાની કંપનીઓમાં એવું થતું હોય છે. ગ્રુપ સારું હોય તો સારાં ગ્રુપમાં ગોઠવાઈ શકાય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ પણ ગ્રુપ છે, યુનિયન પણ ગ્રુપ છે. ગ્રુપ શબ્દ ક્યાં નથી ? કોલેજનું પણ આપણું ગ્રુપ, ઢગલાબંધ કઝીનમાં પણ આપણું અલગ ગ્રુપ, ઓફિસમાં, ફ્રેન્ડસમાં અરે યાર હવે ચેટિંગ માટે પણ ગ્રુપ છે. ગ્રુપ એસએમએસ અવેલેબલ છે. હા, હમ ખયાલ, હમજઝબાત, હમદર્દ લોકોના ગ્રુપ ઓછા હોય છે. એની વે ગ્રુપ એટલે સમૂહ, જુથ ગ્રુપ એટલે ટોળું. એક મસ્ત મૌલિક કવોટેશન, ‘આપણા લોકોના ક્યારેય ટોળા નથી હોતાં, ટોળામાં હોય છે એ બધા લોકો આપણા નથી હોતાં.


0 comments


Leave comment