42 - શરદી / વસંત જોષી
આવ આવ આવ
પૂંછડી પટપટાવતું આવ્યું
ફૂલ્યાં બંધ નાકનાં છિદ્રો
સડક પર વંદો
હાથ ફેલાવતો
ગગનમંડળ ધૂમ મચાવે
પાવા-નોબત ધૂમ બજાવે
ખણણણણણણ
વાસણ ખખડે
લસરક લસરક
જીભ હલાવે
આંખમાંથી ટપકે
ખાતી ભેગી ખાતી
ઉપરઉપરી
વળખાતી છાતી
છીંકો ખાતી
પાણી પીતી
રોતી રોતી જાતી
હાહો હોહો હાહાહા હાહા
પછવાડે ગાન કરતા વિપ્રો
ખુલ્યાં બંધ નાક
ફૂલ્યાં બંધ
નસકોરાંનાં છિદ્રો.
જાન્યુઆરી ૧૯૮૩
0 comments
Leave comment