3.3 - અંક બીજો – દૃશ્ય - ૩ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(ડૉક્ટર્સ રૂમ)
(ડૉ. શ્રીનિવાસન, ડૉ. રવિ, સૌરભ બેઠા છે, ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનની જ વાતો ચાલી રહી છે)
ડૉ. રવિ : સર, આખી ફાઈલ ક્લિયર છે, ફક્ત ડેઈટ બાકી છે.
ડૉ. શ્રીનિવાસન : રેસીપીયન્ટ અને ડૉનર બન્ને Known person છે. એટલે બીજો કોઈ પ્રેલ્બ્લેમ નહીં આવે.
સૌરભ : મિલી, આવી ગઈ ? કોની જીત થઈ ?
ડૉ. મિલી : આમાં તો હું જીતું તો જ બંને તરફથી જીત હતી અને હું હારું તો ત્રણે તરફથી હાર.
ડૉ. શ્રીનિવાસન : યે મિલી કભી ક્યા ક્યા બોલતી રહેતી હૈ, પતા નહીં ચલતાં.
ડૉ. રવિ : મુઝકો ભી ઐસા લગતા હૈ. (મિલી આંખથી મીઠો ગુસ્સો કરે છે)

ડૉ. શ્રીનિવાસન : તો ઓ.કે. મૈં ચલુ. દો દિનમેં ડેઈટ ફિક્સ કર લેતે હૈ.
સૌરભ : હું પણ જાઉં શુભાંગી પાસે, એ એકલી છે.
ડૉ. મિલી : યસ અંકલ.
ડૉ. રવિ : મિલી, તું ક્યાં ફર્યા કરતી હતી ? ક્યારનો શોધતો હતો.
ડૉ. મિલી : તલાશ ઉસકી હોતી હૈ, જિસકા પતા નહીં હોં. મૈં શુભાંગી આન્ટી કે પાસ થી.
ડૉ. રવિ : ઓ હિન્દી આન્ટી, શ્રીનિવાસન સર ગયા હવે.
ડૉ. મિલી : હા, બોલ શું ?

ડૉ. રવિ : મિલી અહીં કેટલા પેશન્ટ આવે ને જાય. થોડા વખતમાં કેટલા ફેમીલીયર થઈ જતા હોય છે.
ડૉ. મિલી : આવે ત્યારે કેવા દુઃખદર્દ લઈને આવતાં હોય છે અને જાય ત્યારે ખુશી ભર્યા ચહેરે જતા હોય છે. આપણે ખરેખર દરેક પ્રકારના દુઃખ અને સુખને અહીં જ અનુભવી લઈએ છીએ. આપણી ‘સેવ લાઈફ ઇન્સ્ટીટ્યૂટ’ ખરેખર જ લાઈફને સેવ કરે છે.
ડૉ. રવિ : અને એમાં તારા જેવા દાનવીર કર્ણ હોયને !
ડૉ. મિલી : આ દાનની વાતની બહુ ચર્ચા થઈ છે. પ્લીઝ હવે કોઈ બીજી વાત કર.

ડૉ. રવિ : બીજી વાત કરું એ પહેલા આ બાબતને લગતી એક વાત પૂછી લઉં ફ્રેન્કલી ?
ડૉ. મિલી : પૂછને...
ડૉ. રવિ : તું કેમ કીડની ડૉનેટ કરી રહી છે ? ડૉક્ટર છું, છતાં પણ પહેલીવાર જાણ્યું ત્યાર અંદરથી હલી ઊઠ્યો હતો. સાચું કહેને, તારી ઈચ્છા છે ને ?
ડૉ. મિલી : રવિ, સૌથી પહેલા મેં ડિસિઝન લીધું ત્યારે તને જ પૂછવાની હતી. પણ થાય છે, સારું થયું તને નહીં પૂછ્યું. નહીં તો તું કદાચ મને રોકતે.
ડૉ. રવિ : હા, એક તરફ વરી પણ અને બીજી રરફ પ્રાઉડ પણ.
ડૉ. મિલી : એક્ચ્યુલી, મારી લાઇફમાં જે ફીલ ઈન ધ બ્લેન્ક્સ છે, એને હું મારી સમજથી ભરી રહી છું, ‘મા’ના હાર્ટ પ્રોબલેમથી સતત ચિંતિત રહું છું.
ડૉ. રવિ : આઈ નૉ.

ડૉ. મિલી : રવિ, હું બરાબર કરી રહી છું ને ? તારા સિવાય હું કોઈને પૂછી શકું તેમ નથી. ઘણી વાર એમ થાય કે બધા આગળ જીદ કરીને હા પડાવી રહી છું, કે મારા હાથમાં જ નથી, એ હસ્તરેખાને નચાવી રહી છું.
ડૉ. રવિ : ના, મિલી. તું બધાના હાથની સ્થગિત હસ્તરેખાને સહેજ વાળીને કલાત્મક વળાંક આપી રહી છે.
ડૉ. મિલી : ઓહ નો. બધું બરાબર છે ક્યારેક ક્યારેક હૅડ અને હાર્ટનાં વિચારો અંદર અંદર ઝઘડી પડતા હોય છે.
ડૉ. રવિ : એટલે હૅડ અને હાર્ટ છે તારામાં ?
ડૉ. મિલી : એની ડાઉટ ? એ પણ ડૉનેટ કરવા પડે તો કરીશ, તારા જેવા નીડીને.
ડૉ. રવિ : ચાલ, હું જાઉં છું, આવવું છે ?
ડૉ. મિલી : ક્યાં ?
ડૉ. રવિ : મિલીના ઘર તરફ, ખાસ તો એની મમ્મીની ખબર પૂછવા અને મિલીના હાથની એના જેવી જ એક કડક ચા પીવા.
ડૉ. મિલી : ચાલો.


0 comments


Leave comment