6 - અમરેલીની યાદ / જગદીપ ઉપાધ્યાય


આજ મને અમરેલી સાંભર્યું....
પોતીકા દેશ તણું પાન એક લીલુંછમ્મ પરદેશી ડાળીમાં પાંગર્યું....

અમરેલી આમ નથી ટીપું કે તોય મારા આંસુમાં હરપલ મેં દીઠું,
અમરેલી વાંસળી, અમરેલી ગીત મારું, અમરેલી ગુંજન છે મીઠું;
કાગળમાં દોર્યુ ન દોર્યુ એક ફૂલ એણે મહેકવાનું ઓટલામાં આદર્યું....

રગરગમાં ઠેબી કૈં દોમદોમ રેલાતી અમરેલી ઠેલાતું જળમાં
વ્હેતાં જળ દૂર થકી પાછાં ફરીને આમ પળમાં પલટાતાં વમળમાં
પાછું તે ફરવાનું જ્યાંથી મુશ્કેલ એવા કાંઠે વહાણ મે તો લાંગર્યું....

'મુદ્રાંકન' (૩૪) એપ્રિલ – ૧૯૯૧


0 comments


Leave comment