13 - અકળ મૌન / હર્ષદ ત્રિવેદી


મારે તો જવું હતું
તારા અકળ મૌનના ખડક લગી
ને મળી આવી
મારી કવિતાની ગંગોત્રી.

આગળ જવાને
નથી રસ્તો
છે નર્યા સીધાં ચઢાણ.

વિચાર માત્રથી
ખસી જતો એકેએક શબ્દ
ફેંકે છે મને પડકાર.

ખુલ્લી કલમ અને કોરો કાગળ
કરે છે સામનો એકબીજાંનો
ને ભળી જાય છે એકમેકમાં.

વધુ ને વધુ
ઘેરું થતું જાય છે તારું મૌન
ને હું સાંભળી રહું છું
ઉન્નત, ઉન્મત્ત વાણી
જે હાથ પકડીને મને લઇ જાય છે
ફરી એકવાર કવિતાના દેશ ભણી...
જયાં હું પામું છું
મારો નવો પરિચય
જેને પાર કરવું છે તારું અકળ મૌન !


0 comments


Leave comment