8.8 - બારમે શુક્ર, ત્રીજે શનિ, ગુરુ વકી : શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વિજ્ઞાન.... / સંવાદ / જ્વલંત છાયા


    એક ગામના એક શેઠને પોતાની સંપત્તિનું અભિમાન અને જ્યોતિષશાસ્ત્ર સામે તેનો વાંધો. જોગાનુજોગ એક જોશી મહારાજે વાતવાતમાં શેઠને કહ્યું, “એટલો પૈસો તમારી પાસે છે પણ શેઠ તમે ગંગાસ્નાન જિંદગીમાં ક્યારેય નહીં કરી શકો.” શેઠને તો જાણે કોઈ દુશ્મને શંખ ફૂક્યો હોય તેવું લાગી આવ્યું, જ્યોતિષીને કહે, “શું વાત કરો છો હું ધારું તો કાલ હરિદ્વાર જાઉં, અરે ગંગોત્રી પણ જાઉં.” જ્યોતિષી કહે, ‘આપના સામર્થ્યને મેં કંઈ કહ્યું નથી, તમારી કુંડળી એમ કહે છે કે તમે ગંગામાં ડૂબકી મારી નહીં શકો.’ શેઠ કહે ચાલો ત્યારે તમેય હરિદ્વાર સાથે ટિકિટ ફાટી, ટ્રેન ઊપડી, હરિદ્વાર પહોંચી હવામાન પલટાયું, શેઠને થઈ શરદી સ્થાનિક ડૉક્ટરે દવા આપીને ઠંડે પાણી એ ન્હાશો તો કફ થશે તેવી ચેતવણી આપી. ગંગાજીનાં ઘાટ પાસે ઊભા રહી શેઠ બોલ્યા, ‘આ શરદી ન હોત તો ગંગાજી ક્યાં છેટા હતા, જોશી મહારાજ તમારી વિદ્યા ખોટી.’ જ્યોતિષીએ કહ્યું, ‘શેઠ મેં તમને હરિદ્વાર નહીં આવી શકો એમ નહોતું કહ્યું પણ ગંગાસ્નાન નસીબમાં નથી તેમ કહ્યું હતું!!!’

   જ્યોતિષશાસ્ત્ર– આ કોઈનાં મતે સંપૂર્ણશાસ્ત્ર છે, તર્ક છે, ગણિત છે, ગણતરી છે કોઈનાં મતે તરંગ, ટૂંકા છે અને હંબક છે માત્ર જ્યોતિષ જ શું કામ ઈશ્વર, તેની રચના કે પછી શ્રદ્ધા શબ્દ જ્યાં આવે ત્યાં વિચારભેદ અને મતભેદ યુગોથી અસ્તિત્વમાં છે. ધર્મ અને અધર્મ વચ્ચેના યુધ્ધો થયાં છે તો શ્રધ્ધા અંધશ્રદ્ધાના મુદ્દેધર્મ અને વિજ્ઞાન ધર્મ અને બુદ્ધિવાદ (રેશનાલિઝમ) વચ્ચે પણ સહિત યુધ્ધો ચાલતાં રહ્યા છે તેનો પણ કદાચ છેડો નથી.

     ધર્મ, શ્રદ્ધા આસ્થા, જ્યોતિષમાં માનનારાઓનાં પોતાનાં વિચારદુર્ગો છે, તેમની માન્યતાઓની મજબૂત દીવાલો છે અને તેની ઉપર વર્ષોથી વિજ્ઞાનવાદીઓ સાચી કે ખોટી રીતે દલીલો કરતાં આવ્યા છે એક રીતે સારું છે, વિચારયુદ્ધ એ જ કદાચ ૨૧મી સદીની આવશ્યકતા છે! જ્યોતિષ કે તેને સંબંધિત મંત્ર-તંત્રની વિદ્યાઓ વિશે એક ઉપર છેલ્લો અભિપ્રાય છે તેમ કોઈ બાબતના અનુભવ વગર તેનો તિરસ્કાર અને સ્વીકાર પણ અંધ અસ્વીકાર છે. સમજ્યા વગર કંઈ માનવું એ વિચારહીનતા છે તો સમજવાની તૈયારી વગર કંઈ ન માનવું અને પોતાના જેવા કે બીજાને અન્યને આગ્રહ કરવો તે વિચારજડતા છે. વર્ષોથી અનેક રૂઢિઓ, અનેક માન્યતાઓ, વાતો, કથાઓ, દંતકથાઓ, શાસ્ત્રો, ભવિષ્યવાણી આપણા સમાજજીવનનો ભાગ છે એમ નહીં પણ તાંતણાઓની જેમ તેમાં વિંટાઈ ગઈ છે. ઘણી વાતો એવી છે જે આ યુગમાં આપણને માનવામાં આવે તેમ નથી, માની શકીએ તેમ નથી છતાં તેને અસ્વિકાર કરવા માટે કોઈ ઠોસ કારણ પણ આપણી પાસે નથી અને જે રીતે આપણી પ્રજા ધર્મમાં, માનતામાં ભિન્નતામાં માને છે તે જોતાં કોઈ એક સંસ્થા કે સંગઠન લોકોની શ્રદ્ધાને એમ બુલડોઝરની જેમ તોડી નહીં શકે તોડવી જોઈએ પણ નહીં.

    ડૉ.ઈકબાલે વર્ષો પહેલાં લખ્યું ‘મઝહબ નહીં શીખાતા આપસમેં બૈર રખના’ તે વાત કોમી હુલ્લડો વખતે અસર નથી કરતી પણ સૌરાષ્ટ્ર કે ભારતમાં અનેક દરગાહો, મઝાર એવી છે જ્યાં હજારો હિન્દુઓ માથું ટેકવવા જાય છે. અજય દેવગણે પોતાની આગમી ફિલ્મ સફળ જાય એ માટે એ અને તેની પત્ની કાજોલ પુત્ર પ્રાપ્તિ માટે ખ્વાજા મોઈનીદીન ચિશ્તીની દરગાહે ચાદર ચડાવી હતી ભાવિકો તેને શ્રદ્ધા કહેશે, અન્ય લોકો કંઈ બીજું કહેશે...

    માત્ર ઈશ્વર કે ધર્મની વાત નથી શ્રદ્ધા શબ્દ જ એવો છે જે શાસ્ત્ર, ધર્મ, સંપ્રદાય, સંઘથાન કે માણસ સાથે જોડાઈ જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ બંને શબ્દોના ગૌત્ર એક જ છે અને એટલે જેમ એક દર્દીને તેની સારવાર કરનારા ડૉક્ટરમાં જેટલો વિશ્વાસ હોય તેટલો વિશ્વાસ કદાચ કોઈ માણસને તેની કુંડળી જોનાર જ્યોતિષમાં હોઈ શકે.

    ઘણાને એવું થયું હશે કે અહીં જ્યોતિષીઓ અને જ્યોતિષશાસ્ત્રની આઉટરાઈટર ફેવર થઈ રહી છે પણ એવું નથી, ગુજરાતના એક હાસ્ય લેખકની સરસ વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું, ‘હું ગ્રહોમાં માનું છું, જ્યોતિષીઓમાં નહીં. વાત ગળે ઊતરે તો ઉતારવા જેવી છે. કોઈ ક્ષેત્રમાં ચાલતાં ધતિંગ, ભવાડા કે છેતરપિંડીનો વિરોધ બેશક અને બેધડક થવો જોઈએ. પણ કોઈ વિદ્યા કે કોઈ શાસ્ત્રને ઉઘાડો પડકાર અને તે પણ તે વિદ્યા જાણ્યા વગર કઈ રીતે થઈ શકે ?

    વિજ્ઞાન યુગમાં આપણે જીવીએ છીએ એટલે શીતળા નીકળે તો માતાજીનાં દર્શન કરાવવાને બદલે દવા આપીએ, સર્પદંશમાં ‘સાપ’ ઉતારવાને બદલે હોસ્પિટલે દોડીએ કે બીમારને કોઈની નજર લાગી છે તેથી તે ઉતારવી જોઈએ તેવું માનવાને બદલે નિષ્ણાંત તબીબની સારવાર આપવી એ જરૂરી છે. આવી વાતનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર થાય તે જરૂરી છે પણ તેની સામે જે વાતો, વિદ્યાઓ શાસ્ત્રો યુગોથી જીવે છે તેનો વિરોધ શા માટે ?

    મુંબઈમાં હમણાં લંડનનાં એક સંશોધક પર જબરો વિવાદ થયો હતો લંડનમાં વૈજ્ઞાનિકોએ ૧૯૫૮થી એક સંશોધક સારૂં કર્યું હતું. તે સંશોધનનાં અંતે ‘જર્નલ ઑફ કોન્સિઅસનેસ સ્ટડીઝ’ના અંકમાં એવું પ્રસિદ્ધ થયું છે કે જ્યોતિષશાસ્ત્રમાં કંઈ દમ નથી, માણસના જન્મના સમયે સૂર્ય, ચંદ્ર, અને ગ્રહોની જે સ્થિતિ હોય છે તેની અસર તેનાં વ્યક્તિત્વ પર થાય છે તેવો જ્યોતિષીઓનો દાવો ખોટો છે. ૪૦ વર્ષ ચાલેલા અભ્યાસ પછી બહાર પડેલા આ સંશોધને હોબાળો મચાવી દીધો છે અને એસ્ટ્રોલોજીક ઍસોસિયેશન ઑફ ગ્રેટ બ્રિટન એટલે કે બ્રિટનનાં જ્યોતિષઓનાં સંગઠનના પ્રમુખ રોય જિલેટે આ સંશોધનનો વિરોધ કર્યો અને જ્યોતિષને બદનામ કરવાનો વિરોધ વૈજ્ઞાનિકો પર કર્યો હતો.

    આ સંશોધન પછી ભારતના રેશનાલિસ્ટો અને ધરાર રેશનાલિસ્ટો મોજમાં આવી ગયા પણ એ લોકો એક વાત ભૂલ છે કે બ્રિટનનાં દેશોમાં પણ જ્યોતિષનું શાસ્ત્ર આટલું ચર્ચાસ્પદ અને રસપ્રદ છે!! જેના પર વૈજ્ઞાનિકોએ આટલી સંશોધન કરવું પડ્યું તે કંઈક તો હશેને!! આ સંશોધનનાં અહેવાલ પછી મુંબઈના એક જ્યોતિષએ કહ્યું હતું કે બ્રિટનનાં સંશોધકો સાથે એમ દલીલો કરવા તૈયાર છીએ જો હંબક હોય તો હજારો વર્ષોથી આ શાસ્ત્ર તાક્યું ન હોત.

    જ્યોતિષશાસ્ત્ર કે કુંડળી કે હસ્તરેખાનું જ્ઞાન ભારતમાં જ પ્રચલિત છે તેવું નથી. ગ્રીસ, રોમનાં દેશોમાં અમેરિકામાં પણ આ શાસ્ત્રનો વિકાસ થયો છે. વળી બ્રિટનમાં જો ૪૦ વર્ષ દરમિયાન થયેલા સંશોધનને વૈજ્ઞાનિકો આધાર માનતા હોય તો પાછળ જેનો હવાલો ટાંકવામાં આવે છે કે નોસ્ટોડોમ્સની આગાહીઓ શું છે ? શું એ ભારતના કોઈ ‘છોરા ગંગાકિનારેવાલા’ પંડિત હતો ? અને આપણે ત્યાં પણ કેટલો સમૃદ્ધ વારસો છે ?

    ભૃગસંહિતા, કહે છે તેમાં ૧ લાખ કુંડળી છે. જગતનાં કોઈ પણ જીવની જન્મકુંડળી તેમાં છે જૈનશાસ્ત્રો જ્યોતિષનો સીધો સ્વીકાર ભલે ન કરે પણ સંદર્ભો ત્યાં પણ છે. જિનશાસનનાં તેજસ્વી ભદ્રબાહુસ્વામિએ જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ લખ્યો છે. સૂર્યમાળાનાં ગ્રહે માનવીનાં જીવન વ્યવહાર પર અસર કરે છે તેવો ઉલ્લેખ તેમાં છે. પ્રાચીન પુસ્તક ‘વાદપ્રસાદ’ છે જેમાં મંત્ર, યંત્રોના અભ્યાસનો પણ ઉલ્લેખ છે.

    તો કાલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રચાર્યજી આકાશગામિની વિદ્યાના જાણકાર હતાં. અને આટલા કે એનાથી વધારે સંદર્ભો છતાં જેને જ્યોતિષો કે શાસ્ત્રમાં ન માનવું. હોય તેને આગ્રહ કરે છે કોણ ? અનેક લોકો એવા છે કે લોકો નહીં પરંતુ બયક્ષણલમાં જીવે છે, શું થશે તે નહીં શું છે ? તેજ ઘણાંને મન જીવનનું તથ્ય અને સત્ય છે તો છે. તેનો પણ વિરોધ ન હોય સરકારે જન્મ અને મરણની નોંધણી ફરજિયાત બનાવી છે. થેલેસેમિયા ટેસ્ટ કે રોગ વિરોધી રસીના કેન્દ્રો છે ક્યાંય કોઈએ જન્મ કુંડળી કઢાવવાનું કે મેળવવાનું ફરજિયાત બનાવ્યું નથી તો પછી તેની સામે વિરોધ અને વિવાદ શાનો જેને હોય તે જાય, હાથ બતાવે કે કપાળ સંસ્થાઓના શાના હૈયા બાળવા ?

    જ્યોતિષ નહીં કોઈપણ શાસ્ત્રમાં ઓતપ્રોત થઈ જવી એ જિંદગી નથી. જીવન ખુલ્લું, શક્ય તેટલું બંધનો વગરનું, વહેતું ઊછળતું હોવું જોઈએ જેમ માથાનાં દુઃખવાની ગોળી માથું દુઃખે ત્યારે જ લઈએ તેમ જ્યોતિષીની સલાહ પણ બહુ જરૂર પડે તો જ લેવાય અને તેમ ખરા જ્યોતિષની કોઈ ટીડા જોશીની નહીં.

    મૂળ મુદ્દો વિવાદનો ઊભો ત્યાં થાય છે કે માણસનાં જીવન પર ઘણીવર ગ્રહોના પ્રભાવને બદલે જ્યોતિષીનો પ્રભાવ વધી જાય છે. લોઈ ૩૧ વર્ષના યુવકની કુંડળી જોઇને એ ‘મહારાજ એવું કહે છે કે ૩૬મે વર્ષે ભાગ્યોદય છે ત્યાં સુધી સંઘર્ષ એટલે પછી એ ભાઈ ૩૬માં વર્ષની રાહ જુએ, ૧૨૦૦-૧૫૦૦ વાળી નોકરી કરી કહેશે, આપણને ક્યાં કાંઈ ૩૬ વર્ષે પહેલાં મળવાનું છે ? આ અવલંબન ખોટું છે. પ્રારબ્ધમાં માનીને પુરુષાર્થથી ન ભગાય.

    બહુ સાદો તર્ક છે કે, દાણા નાંખ્યા પછી અમુક મહિને પાક થાય, ભાગ્યોદય થાય તે પહેલાં કર્મો દ્વારા તેનો પાયો તો નાખવો પડેને!

    જ્યોતિષશાસ્ત્ર સંપૂર્ણપણે અવલમ્બિત કે આધારિત થઈ જવાનું શાસ્ત્ર નથી, મૃત્યુ સાથે તેને ઓછો સંબંધ છે. તે જીવન જીવવા માટે પદ્ધતિ અને રક્ષણ અને અગમચેતી પૂરી પાડે છે જો આપણને જોઈતી હોય તો.

    જ્યોતિષશાસ્ત્ર સાચું છે કે ખોટું એ કદાચ ક્યારેય અંતિમ તબક્કે સાબિત નહીં થાય પણ બંને બાકી કેટલાંક તર્ક છે. જેમ માણસ બીમાર હોય, ડૉક્ટર કહે કે મીઠું નહીં ખાઓ તો જ બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેશે તો માણસ કેમ માને છે ? શું આવી જ રીતે કોઈ ગ્રહનો નંગ પહેરવાની સલાહ જ્યોતિષી ન આપી શકે ?

    આવી દલીલોનાં અંત નથી કચ્છમાં થયેલા ધરતીકંપમાં ૧૦૦૦ લોકો મર્યા શું તમામની કુંડળીમાં મૃત્યુંનું એક જ કારણ, એક જ સત્ય હશે ? જ્યોતિષીઓ પાસે સંતોષકારક જવાબ નથી, લગ્ન વખતે કુંડળી મેળવ્યા પછી પણ પત્ની-પતિ વચ્ચે ઝઘડા થાય છે, જયારે અનેક લોકો આંતરજ્ઞાતિય લગ્ન કે ભાગીને લગ્ન કરે છે, કેટલીય જ્ઞાતિઓમાં કુંડળી મેળવવાનો રીવાજ જ નથી છતાં દામ્પત્ય ટકે છે! જ્યોતિષીઓ નિરુતર અથવા અસ્પષ્ટ છે.

   જ્યોતિષશાસ્ત્રની પણ મર્યાદાઓ હશે અને તે મર્યાદાઓ યોગ્ય લાગતી હોય તો તેમાં ન જ માનવું જોઈએ. કોઈ માણસ જો માત્ર પુરુષાર્થમાં માનતો હોય, નસીબ કે ગ્રહો કે રેખાઓ જેવું કંઈ નથી તેવું માનતો હોય તો તેને તેમાં વળગી રહેવાનો હક છે. જ્યોતિષશાસ્ત્રનો સહારો તેને લેવો ન પડે તો તે સારી વાત છે. આમ જોઈએ તો જ્યોતિષ કે તંત્ર કે કોઈ બાધા-માનતા એ ચક્ર છે, એક માર્ગીય છે પછી તેમાંથી પાછા અવાતું નથી એટલે બને ત્યાં સુધી આવું કોઈ વળગણ ન થાય તો સારું. જો દરરોજ સવારે ઊઠી માત્ર ઇષ્ટદેવને હાથ જોડી નમસ્કાર કરી દિવસ શરૂ થઈ શકે, કે એ પણ ન કરવું હોય તો પણ આપણામાં ભરોસો કરી જીવન પસાર કરી લેવામાં આવે તો તો શ્રેષ્ઠ પણ દરેક વખતે એવું શક્યું હોતું નથી, દરેક માટે એવું શક્યું હોતું નથી.

   જ્યોતિષી પણ થઈ શકે. મુંબઈમાં કાર્યરત રહીને વિખ્યાત બનેલા અને મૂળ હળવદ વતની ડૉ.જે.જે.રાવળ કહે છે કે વિજ્ઞાનમાં માનતા હોય તે જ્યોતિષમાં માની ન શકે. તેઓ કહે છે ભૃગુસંહિતા ગ્રહોની રસપ્રદ વાતો છે પરંતુ તેને સમજીને પછી બીજાને સમજાવનારા કેટલા ?

    આ દલીલમાં દમ છે, જ્યોતિષશાસ્ત્ર ધંધો બન્યું, લોક કલ્યાણના સાધનને બદલે કેટલાંક લેભાગુ અને લંપટ લોકોની સંપત્તિ માટેનું સાધ્ય બન્યું એટલે તે કદાચ વધારે બદનામ થયું છે. આ શાસ્ત્રનું ડીવેલ્યુંએશન કરવામાં આવ્યું છે.

    જ્યોતિષશાસ્ત્ર કે તેના સંદર્ભની કોઈ વિધીનો વિરોધ થાય છે ત્યારે વિવાદ ઊભો થાય છે પરંતુ અન્ય વિજ્ઞાન સાથે તેને સરખાવીએ તો મેડિકલ સાયન્સમાં પણ ઘણીવાર ડૉક્ટરો કહે છે, ૭૨ કલાક પરિસ્થિતિ ગંભીર છે. જ્યોતિષીઓ પણ કહે છે કે ૧૭મી તારીખ જાય પછી સૂર્ય ફરશે એટલે તબિયત સુધરશે. બેમાંથી કોઈ ખોટું નથી ને ? બંનેને સ્થિતિ મૂલવવાના પોતપોતાનાં માપદંડો અને નિયમો છે.

    કોઈ ડૉક્ટર જયારે હૃદયરોગની સારવાર કરતાં હોય ત્યારે કોઈ જ્યોતિષી વિરોધ કરવા જાય છે ? કે આ તો રાહુની દશાને લીધે બીમાર છે તેને બુધવાર કરાવો, ઈન્જેક્શનની જરૂર નથી તેવું કોઈ કહે છે ?

    એટલે ફરી ફરીને મહત્વની વાત એ જ છે કે ગમે ત્યાં ઑફિસમાં, બસ સ્ટૅન્ડપર કે ફૂટપાથ પર કોઈની હથેળીઓ કે કુંડળી જોવા બેસી જનાર અને દાન ધર્માદા કે ૨૧ સોમવાર ને ૨૨ બુધવાર કરવાની સલાહ આપનાર હંબક માણસોને વશ થવાની જરૂર નથી. જાતમાં શ્રદ્ધા હશે તો ગમે તેવા જ્યોતિષ ખોટા પડશે, અને દરેક જ્યોતિષમાં માનવું તે પણ આવશ્યક નથી પણ જે માને છે, જેને શ્રદ્ધા છે તેની શ્રદ્ધા તોડવાનો કોઈ અર્થ નથી. ધર્મ અને વિજ્ઞાનનો દ્રંદ્ર કંઈ નવો નથી! ૧૭મી સદીમાં ઈટાલીના વૈજ્ઞાનિક ગેલિલિયોએ જાહેર કર્યું કે પૃથ્વી વિશ્વનું કેન્દ્ર નથી અને આવી વાતથી પરંપરાનાં કિલ્લા પર પ્રહાર થયા. ધર્મ પુરુષો નારાજ થઈ ગયા. યેનકેન પ્રકારેણ બધું પોતાના ધાર્યું કરાવ્યું અને કોર્ટમાં ગેલિલિયોએ કચવાતા મને કહ્યું, ‘હું મારા સિદ્ધાંતોનો ત્યાગ કરું છું, બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય નહીં પૃથ્વી છે. જગતના અનેક રહસ્યોની જેમ આ રહસ્યો, આ વિવાદો યુગોથી યથાવત્ છે તેનો અંત નથી. બંને બાબતો અનંત છે. બંનેના સમર્થકો છે અને એટલે બંને ક્ષેત્રો, જુદા જુદા શાસ્ત્રો એકબીજાનો વિરોધ કરવાને બદલે પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ વધે તે જરૂરી છે.

    વિજ્ઞાનમાં માણસની શ્રદ્ધા જ્યોતિષનો વિરોધ કરવાથી નહીં વધે. વિજ્ઞાનનો પ્રચાર કરવાથી જ તે દ્રઢ થશે. આ વિવાદ લાંબો અને નિરંતર છે, પણ કોઈ ધર્મ, કોઈ શાસ્ત્રમાં માનવું કે ન માનવું માણસની અંગત બાબત છે. થોમસ હુડ નામના ચિંતકે સરસ કહ્યું છે, એટલે કે શ્રદ્ધા અને પ્રાર્થના કોઈપણ વ્યક્તિની અતિ અંગત બાબતો છે. જ્યોતિષશાસ્ત્ર કે આવી કોઈ બાબત વિરોધ વિજ્ઞાન જાથા નામની સંસ્થા વારંવાર કરે છે. જાથાએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે તેની સંસ્થાઓના એજન્ડા વિજ્ઞાનનો પ્રસાર-પ્રચાર માટેનો છે કે અન્ય શાસ્ત્રોના વિરોધ માટે જાથાઓ લોકોને વિજ્ઞાન તરફ વાળવા જોઈએ, વૈજ્ઞાનિક સત્યો અને તારકો સમજાવવા જોઈએ તેને બદલે કાલસર્પ યોગ કે ભૂવાનો વિરોધ કરી તેઓ જ આનો પ્રચાર કરે છે. જાથાએ અન્ય શાસ્ત્રો મિટાવવાનો ઠેકો લીધો છે કે વિજ્ઞાન વિસ્તારવાનો તે હજી સમજાતું નથી. ભારત જેવા રૂઢીચુસ્ત ધાર્મિક કે ઘણે અંશે ધર્માંધ દેશમાં યુગોથી ચાલતી પરંપરાનોવીરોધ કરવાથી કંઈ વળશે નહીં. કોઈ અન્ય બાબતને ખોટી સબીર કરવાને બદલે વિજ્ઞાનને સત્ય સાબિત કરવાનો પુરુષાર્થ જ આદરવો પડશે.

    જય જવાન જય કિશન પછી જય વિજ્ઞાનના યુગમાં આપણે છીએ દુનિયા ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં પાંખો ફેલાવતી ક્યાંય ઊડી રહી છે. આપણે પરંપરાઓનો પાલવ જ પકડી રાખશું તો પાછળ રહી જશું તે સાચું જ છે, અને તેના માટે કોઈ પાંખંડી ભૂવા કે કહેવાતા તાંત્રિકને ખુલ્લો પણ પાડવો પડશે પણ તેને ખુલ્લો પાડવામાં વિજ્ઞાનને થોડું બંધ કરાય, ફરી એકજ વાત, તાંત્રિક ખોટો કે સાચો છે તે સાબિત થઈ શકે. તંત્ર વિદ્યાની સત્ય-અસત્યતા આપણે કેમ નક્કી કરશું. જ્યોતિષી ખોટો કે સાચો નક્કી થઈ શકશે. જ્યોતિષશાસ્ત્રને કેમ સત્ય કે તદ્દન બકવાસ સાબિત કરશું. દલીલો, તારકો બંને બાજુ અઢળક મળશે. નિષ્કર્ષ નહીં જ આવે. રહી વાત શ્રદ્ધાની તો આ એક જ શબ્દ પર ફરી ક્યારેક ચર્ચા કરશું પણ દિવસરાત તૂટીને જેણે મહિને રૂ. ૨૫૦૦-૫૦૦૦ મળતા હોય, વર્ષોથી સંઘર્ષ ચાલુ હોય. સમસ્યાઓ કેડો ન મેલતી હોય, અને જીવવું પણ પડતું હોય ત્યારે, દીકરો નાપાસ થશે તો શું, દીકરી નહીં પરણે તો શું, કોઈને કોઈ માણસ કોઈ ને કોઈ એવી નબળી ક્ષણ આવે ત્યારે જ તે આવા શાસ્ત્રના શરણે જતો હોય છે, અને કદાચ એ શ્રદ્ધાને પણ કોઈ તોડશે પણ ગંગાના કિનારે નવેમ્બરની ટાઢમાં ૮૦ વર્ષની વૃદ્ધ, અંધવૃદ્ધ માથાબોળ સ્નાન કરશે એ શ્રદ્ધાને કોણ હચમચાવી શકશે ? ગંગા પણ તમારા ઘરના ગોળામાં છે તે પાણીનું બંધારણ જ ધરાવે છે, છતાં તે પૂજાય છે. ગંગાજળના કેરબા વર્ષો સુધી ઘરમાં રહે છે, પાણીના ગોળા દરરોજ ઠલવાય છે, ઢોળાય છે આ શ્રદ્ધા છે.


0 comments


Leave comment