37 - વસંત મારે આંગણીએ / તુષાર શુક્લ
વસંત મારે આંગણીએ
પૂછે સરનામું તારું
કેટલું મેં સમજાવ્યું એને
અલી, આ ઘર છે મારું
કાં આવી ગઈ પરબારું?
ઉંબર અંદર વીત્યા પંદર
વરસ સોળમું આવ્યું
હજી હજી તો આવ્યું છે ત્યાં
શરમ સાથમાં લાવ્યું
અમથું અમથું લજવાતી હું
લાગે સારું સારું
કહું ફૂલને, પતંગિયાને
હું તો એની એ જ
તો ય લાગતું મને ય શાને
બદલાઈ છું સ્હેજ!
અમથું અમથું મળવા ઝંખુ
અમથું કાં સંભારું?
0 comments
Leave comment