6 - નમ્ર અને નિર્દંભ એવા યામિની વ્યાસ / કિરણસિંહ ચૌહાણ


    યામિની ગૌરાંગ વ્યાસ એટલે ઉર્જાથી છલકાતું વ્યક્તિત્વ. અભિનય, લેખન, ગરબા જેવી સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત કુશળ ગૃહિણી, સુરત મનપામાં લેબ ટેક્નિશ્યન તરીકેની નોકરી – આટલું બધું એમનેય દિવસનાં ૨૪ જ કલાક મળ્યા હોવા છતાં તેઓ કરી શકે છે અને તે પણ કોઈ ફરિયાદ કે અણગમાને સાક્ષીમાં લાવ્યા વિના. નમ્ર, નિખાલસ સ્વભાવ અને ગુણવત્તાસભર સર્જનને કારણે યામિનીબેને સાહિત્યરસિકોમાં ખૂબ આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    ‘મિલીનાં ઘર તરફ’ નાટક જોયા પછી એને પુસ્તક સ્વરૂપ આપવાની ઈચ્છા થઈ. યામિનીબેને પણ ઉત્સાહ બતાવ્યો. પરિણામે આ પુસ્તક પ્રગટ થઈ શક્યું. ‘સાંનિધ્ય પ્રકાશન’ દ્વારા એક સંવેદનાસભર કૃતિનું પ્રકાશન થઈ રહ્યું છે એ વાતનો આનંદ છે.

- કિરણસિંહ ચૌહાણ,
કવિ, પ્રકાશક


0 comments


Leave comment