8 - થાય છે એ હમેશાં અકારણ પ્રગટ / હર્ષ બ્રહ્મભટ્ટ


થાય છે એ હમેશાં અકારણ પ્રગટ,
શોધ પંડિત હવે સર્વ કારણ પ્રગટ.

યાદ જ્યાં તીવ્ર થઈ ગઈ ત્યાં શ્રાવણ પ્રગટ,
હદ વટાવી તો રગરગમાં ફાગણ પ્રગટ.

ના અજાણ્યું – પરાયું કશે વિશ્વમાં,
જ્યાં નજર ગઈ બધે એ જ આંગણ પ્રગટ.

લાખ અવસર જતાં-આવતાં ભીંજવે,
ક્યાંકથી થાય છે એ જ તોરણ પ્રગટ.

જોઉં છું જે કંઈ એ જ બોલું હવે,
આંખ સામે સતત એક દર્પણ પ્રગટ.


0 comments


Leave comment