11 - તું વિચારોમાં જ અટવાઓ ગલત / હર્ષ બ્રહ્મભટ્ટ


તું વિચારોમાં જ અટવાયો ગલત,
જિંદગીભર આમ મૂંઝાયો ગલત.

કોઈ શંકા પર ન બાંધો દોસ્તી,
નહીં ટકે એ જો હશે પાયો ગલત.

તું મને ના માપ એના કદ થકી,
હોય છે હમ્મેશ પડછાયો ગલત.

ક્યાંય ગરબડ કોઈ પણ હોતી નથી,
પણ કરી બેસે છે રઘવાયો ગલત.

કોઈની સમજણ ગલત હો થાય શું ?
તું દુઃખી ના થા કે સમજાયો ગલત.

ભૂલ પોતાની કદી દેખાઈ ના,
સર્વને રસ્તો જ દેખાયો ગલત.


0 comments


Leave comment