15 - 'અશ્રોપનિષદ્' માંથી...૧ / જગદીપ ઉપાધ્યાય
પાંપણ ઉપર તરતાં આંસુ.
મોતી માફક ઝરતાં આંસુ.
રંગ વગરની કાયા તોયે,
રંગ જીવનમાં ભરતાં આંસુ.
જળનો તાણો-વાણો લૈને,
સાત દરિયા વણતાં આંસુ.
જીવન કેરી કુંજગલીમાં,
તડકો-છાંયો રમતાં આંસુ.
લાગણીઓના ધાસલ પટમાં,
મનફાવે ત્યાં ચરતાં આંસુ.
'નવનીત સમર્પણ' : જૂન – ૨૦૦૦
0 comments
Leave comment