16 - 'અશ્રોપનિષદ્' માંથી...૨ / જગદીપ ઉપાધ્યાય


ભોગીની વિહ્વળતા આંસુ.
યોગીની ચિન્મયતા આંસુ.

આંસુ પ્રેમ પદારથ પાવન,
ઝળહળતી ભીતરતા આંસુ.

એક સમંદર સૌની અંદર,
માણસની જળમયતા આંસુ.

વિશ્લેષી ખારાશ શકો તો,
નવરસની સમરસતા આંસુ.

ઇશ્વરની સુંદર સૃષ્ટિમાં,
માનવની તન્મયતા આંસુ.

'નવનીત સમર્પણ' : જૂન – ૨૦૦૦


0 comments


Leave comment