17 - 'અશ્રોપનિષદ્' માંથી...૩ / જગદીપ ઉપાધ્યાય
ઝખ્મોને જીરવતાં આંસુ.
બોજ હ્રદયનો હરતાં આંસુ.
ઇશ્વર કેરો કાગળ જગને -
પાઠવવા અવતરતાં આંસુ.
જન્મ, મરણ, જશ, અપજશ, હાનિ ;
ઢાળ મળે ત્યાં ઢળતાં આંસુ.
હીર ચહેરાનું પારખતાં,
કસબી સામે ડરતાં આંસુ.
વાત જવા દો, આંખો મૂંગી
ને ડૂમે ઓગળતાં આંસુ.
'અખંડ આનંદ' : ઓક્ટોબર – ૨૦૦૨
0 comments
Leave comment