18 - 'અશ્રોપનિષદ્' માંથી...૪ / જગદીપ ઉપાધ્યાય
નમણાં નયનો વત્તા આંસુ.
કામણગારી સત્તા આંસુ.
ચાલ અગર ના પિછાણો તો,
ખવડાવી દે ખત્તા આંસુ.
હીર ઝવેરાતોથી અદકી,
મોંઘામૂલી મત્તા આંસુ.
વિરહની વસ્તી જ્યાં રહેતી -
પ્રેમનગરના લત્તા આંસુ.
ડાળ ગઝલ કેરી વાસંતી :
લીલાં લીલાં પત્તાં આંસુ.
'વિશ્રામ' : ઓગસ્ટ – ૨૦૦૦
0 comments
Leave comment