20 - બોલી શકે તો- / જગદીપ ઉપાધ્યાય
શબ્દો વિના અર્થાઈને બોલી શકે તો બોલ.
આંખો થકી છલકાઈને બોલી શકે તો બોલ.
વેઠી વિષમતાઓ જગે જે થઈ ગયા છે ચૂપ,
એને અધર મલકાઈને બોલી શકે તો બોલ.
તવ ભીતરે ગુંજી રહ્યું તારું અલગ સંગીત,
નિજી સ્વરે રેલાઈને બોલી શકે તો બોલ.
જ્યારે હતું જ્યાં બોલવાનું ત્યાં રહ્યો તું ચૂપ,
એ મૌન પર પસ્તાઈને બોલી શકે તો બોલ.
વીત્યા દિવસના વ્રણ ભૂલી પંખી સજાવે સાંજ,
એ કલરવે રંગાઈને બોલી શકે તો બોલ.
'શબ્દ ગગન' : સપ્ટેમ્બર – ૨૦૦૨
0 comments
Leave comment