20 - સ્વાંગ / હર્ષદ ત્રિવેદી


વેરવિખેર
તાંતણા ફરકયા કરે છે હવામાં.
ચાંદનીનું આખેઆખું વસ્ત્ર
રફેદફે કરીને
રાત્રિના સૌંદર્યને જોતો
મરક્યા કરે છે નિર્લજ ચન્દ્ર,
જે આવ્યો હતો
રચીને રફૂગરનો સ્વાંગ !


0 comments


Leave comment