49 - હું છું તારો રંગ, તું રંગોળી, મારી રાણી / તુષાર શુક્લ


પુ. : હું છું તારો રંગ, તું રંગોળી, મારી રાણી
જીવતરના અવસરને આપણ સંગમાં રે’શું માણી....

સ્ત્રી : તું છે મારો રંગ, હું રંગોળી તારી રાણી
સંગ સંગમાં ઉમંગ છલકે ઉત્સવની એંધાણી....

પુ. : આંખોના આંગણામાં આસમાની રંગ
મારી ઝંખનાનું ઉઘડ્યું આકાસાહ

સ્ત્રી : આછેરો પૂર્યો જ્યાં કંકુનો સૂરજ
ત્યાં સોનેરી રેલ્યો અજવાસ
વ્હાલમ, તારા સંગમાં જીવન રંગ રંગની લ્હાણી
તું છે મારો રંગ.. હું રંગોળી તારી રાણી

પુ. :હૈયાની ધરતીને લાગણીએ લીંપી
એમાં તારી હથેલીઓની છાપ

સ્ત્રી : ઓઢણીના આભલામાં ટહૂકે છે તું જ
વ્હાલા, હું તો ઊભી’તી ચૂપચાપ
દીવા કેરી જ્યોતની સાથે જાતને લેશું જાણી
તું છે મારો રંગ... હું રંગોળી તારી રાણી...


0 comments


Leave comment