52 - ભીંજીએ ભીંજાઈએ બસ વ્હાલમાં વરસાદમાં / તુષાર શુક્લ
ભીંજીએ ભીંજાઈએ બસ વ્હાલમાં વરસાદમાં
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં
ભીંજીએ ભીંજાઈએ બસ સાથમાં, સંગાથમાં
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં
આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન
હું ઘટા ઘેઘૂર ઓઢું આજ આષાઢી ગગન
માણીએ, ના જાણીએ કૈં, આ અગન છે કે લગન
તું ય ઓગળ, હું ય થોડું પીગળું ઉન્માદમાં...
તેં કહ્યું’તું, “ભાગ્યમાં છે બસ ! તરસવાનું વધુ.”
મેં કહ્યું’તું, “ભાગ્યમાં એથી વરસવાનું વધુ.”
છે વરસવાનું વધુ, જો છે તરસવાનું વધુ
ના મજા મોસમની બગાડે વર્થના વિખવાદમાં.....
0 comments
Leave comment