12 - હવે કોઈ ઇચ્છા-મહેચ્છા નથી / હર્ષ બ્રહ્મભટ્ટ


હવે કોઈ ઇચ્છા-મહેચ્છા નથી,
જીવન કે મરણનીય ચિંતા નથી.

નથી ઝૂકતું ક્યાંય માથું હવે,
ખરું એય છે ક્યાંય શંકા નથી.

કશું પણ ન છાનું કે છપનું રહ્યું,
હવે ક્યાંય પણ કોઈ પડદા નથી.

રખડવાની મળશે મજા એ પછી,
સ્વીકારી લે તારી આ દુનિયા નથી.

છતાં ઝંપલાવો તો મોટી મળે,
ભલે ભીતરે કોઈ દરિયા નથી.


0 comments


Leave comment