15 - શ્હેરનાં તેથી અજાણ્યો સાવ સન્યાસી હતો / હર્ષ બ્રહ્મભટ્ટ


શ્હેરમાં તેથી અજાણ્યો સાવ સન્યાસી હતો,
વન જીવનનાં પાર કરનારો એ વનવાસી હતો.

જે સ્કૂટર, મોટરમાં દર્પણ રાખતો’તો એટલાં,
એ સ્વયંની આંખમાં પણ માત્ર આભાસી હતો.

એકસાથે કામ એ બેચાર લેતો’તો કરી,
બમણું તમણું જીવવાનો ખૂબ અભ્યાસી હતો.

એટલી જૂની પુરાણી કાલની વાતો કરે,
માત્ર તારીખો ભરેલો શખ્સ ઇતિહાસી હતો.

ઉમ્રભર જોતો રહ્યો, પીતો રહ્યો ચ્હેરા બધા,
આમ છલકાતો હતો ને આમ એ પ્યાસી હતો.


0 comments


Leave comment