16 - માત્ર શ્રદ્ધા અને સબૂરી છે / હર્ષ બ્રહ્મભટ્ટ


માત્ર શ્રદ્ધા અને સબૂરી છે,
જિંદગી ત્યાં લગી મધૂરી છે.

કામમાં વ્યસ્ત આંખ જે લાગી,
કોઈને કાજ ખૂબી ઝૂરી છે.

યાદનો તાજમ્હેલ પાંપણ પર,
અશ્રુની ઉમ્રભર મજૂરી છે.

માંદગીમાં ફક્ત દવા જ નહીં,
કોઈની હૂંફ પણ જરૂરી છે.

સ્હેજ જ્યાં ડોકિયું કર્યું અંદર,
ત્યાં અચાનક ગઝલ આ સ્ફુરી છે.


0 comments


Leave comment