17 - ક્યાં જમાના રહ્યા નજાકતના / હર્ષ બ્રહ્મભટ્ટ


ક્યાં જમાના રહ્યા નજાકતના,
નૃત્ય લાગે છે દાવ કસરતના.

મૂડ, મોસમ અને મન બધું જ અલગ,
છે સમાચાર વ્યર્થ તબિયતના.

મોક્ષ-નિર્વાણ-મુક્તિની વાતો,
ને હતા સૌ ગુલામ આદતના.

સ્વપ્ન સરખા જ નીકળ્યા અંતે,
અર્થ નોખા બધી હકીકતના.

રોજ આંસુ વહે છતાં અક્કડ,
શ્રાપ માણસને કોઈ પર્વતના.


0 comments


Leave comment