20 - હા, હતી ઘણી ભારે, રાત લો ! પૂરી થઈ ગઈ / હર્ષ બ્રહ્મભટ્ટ


હા, હતી ઘણી ભારે, રાત લો ! પૂરી થઈ ગઈ,
કોઈ સરસ ભણકારે, રાત લો ! પૂરી થઈ ગઈ.

આંખમાં હતાં સપનાં સૂર્યનાં, સવારોનાં,
ખ્યાલ ના રહ્યો ક્યારે, રાત લો ! પૂરી થઈ ગઈ.

ક્યાંક કોડિયું લૈને રાહમાં હશે કોઈ,
સાવ સૂના અંધારે, રાત લો ! પૂરી થઈ ગઈ.

તું કહે, હશે સાચું, છે હજાર અંધારાં,
મન મનાવ અત્યારે, રાત લો ! પૂરી થઈ ગઈ.

શોધતા રહ્યા જેને રોજ સતત અજવાળે,
એ જ અજબ અણસારે, રાત લો ! પૂરી થઈ ગઈ.


0 comments


Leave comment