24 - હે મિત્રો, આદમથી શેખાદમ સુધી જવા.... / જગદીપ ઉપાધ્યાય


પાનખરની ડાળે ખીલવાને ફૂલો
ચોપાસ ઊડશું પતંગિયા થઈને
ગુલમોર થઈને વેરાશું
ખોલી દઈશું ખજાનો કેસૂડાંના રંગોનો
ફાંટે ફાંટે વહેંચશું વસન્ત
બેફિકર લુટાવશું ટહુકાઓ
હરિયાળા વૃક્ષની છાલક
ભરીશું શ્વાસોમાં
મીર કે મુફલિસ
દઈશું સૌને સરખો તરબતર છાયો
અરે ! ફૂલો તો ફૂલો કંટકોને ય ચૂમીશું !
સૂકા તે જગતને કોણ લીલાવશે
ખુદાઈ કે, શેખાદમાઈ ?
ખુદા સાથે લગાવશું શરત !
ને તૂટેલી પાંખ છતાં
ચિક્કાર ઉડશું આથમણા ગગનમાં....!!!

'પોએટ્રી' : જૂન – ૧૯૯૭


0 comments


Leave comment