32 - પુષ્પગીતા / જગદીપ ઉપાધ્યાય


ફૂલે હસતાં જોયા, હરિવર, ફૂલે રમતાં જોયા...

ઝાકળના ઝૂમખડે લચકી, કળીએ જાતા છલકી;
રંગોના ફૂવારે ઝરમર હરપળ રહેતા મલકી,
લહ્યા પવનમાં ભીના તમને નયન અમારાં ધોયાં...

ડાળીની પાંપણથી ખરતું લીલુંછમ્મ છો સમણું,
મખમલ જેવી પાંદડીઓમાં વરસો સોનલવરણું,
મઘમઘ તરુએ નીરખી, હરિવર ભાન અમારાં ખોયા...

'અખંડ આનંદ' : ડિસે. - જાન્યુ. – ૧૯૯૭


0 comments


Leave comment