1.1.2 - આદિકવિ વાલ્મીકિને – ૨ / સુંદરજી બેટાઈ


‘मा निषाद !’ વિષાદોત્થ વેણ જે આર્ષ ઉચ્ચર્યા
આદિકાવ્યકથા જન્મી મધુરા મધુરાક્ષરા.
ધરિત્રીશ્રી તમે દીઠી કુત્સિતા વિષમૂર્છિતા,
લક્ષ્મીથી વ્યોમની તેને કીધ આપે સુમંડિતા :
આપની દૃષ્ટિ તો આર્ષ સર્વત્ર જ અકુંઠિતા !
નરોની વાનરી વૃત્તિ, વાનરોની મનુષ્યતા,
રાક્ષસોની વિકૃતિ, ને કવચિત્ત સુકૃતિદક્ષતા,
ત્રિગુણી લયની લીલા રમ્ય ને રૌદ્રતાભરી
જગવી ગજવી આપે વિષ-અમૃત-નિર્ઝરી :
સર્વદર્શી તમારી તો દૃષ્ટિ સર્વશિવંકરી !

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment