1.1.4 - આદિકવિ વાલ્મીકિને – ૪ / સુંદરજી બેટાઈ
મહીમૃગ તમે નિર્મ્યો અનોખી કાવ્યદૃષ્ટિએ :
તારામૃગ સમો દિવ્ય ભાસ્યો એ ઋષિદૃષ્ટિને.
જનજંગલનાં દીઠાં દંગલો મંગલો તમે;
સૌન્દર્યવિશ્વમાં રાચ્યા આપ આશીર્ષ-મજ્જને.
સાર્દ્રશ્યો નેવિસાદૃશ્યો કેવાં ને કેટકેટલાં
આપની દૃષ્ટિની સામે રમતાં તરતાં સદા !
દશગ્રીવ બલાત્કારે સીતાનો અપહારક
તમારી દૃષ્ટિને ભાસ્યો : ‘बुध* खेरोहिणी यथा’
જનનીને બલાત્કારે પુત્ર તે શું હરે કદા ?
પેખી પ્રસન્ન સલિલ થયું ચિત્ત ચમત્કૃત,
વર્ણ્યુ તેને મુદા આપે ‘सन्मनुष्यमनो यथा’!
રામાયણી કથા ઊઠી બની રમ્ય જગતકથા !
[बुध : ‘બુધ’ને રોહિણીનો પુત્ર ગણવામાં આવ્યો છે.]
૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી
0 comments
Leave comment