1.1.5 - આદિકવિ વાલ્મીકિને – ૫ / સુંદરજી બેટાઈ
કવિદૃષ્ટિ તમે વાવી હનૂમત્-દૂતરૂપમાં,
પલ્લવી પાંગરી ઊઠી કાલિદાસીય ‘मेघ’માં,
સંક્રમ્યું આપ-સૌભાગ્ય રવીન્દ્ર-અરવિન્દમાં :
દૃષ્ટા છો, કવિ છો આપ, સ્ત્રષ્ટા છો કવિઓતણા.
૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી
Developed by Accurate Infoway
0 comments
Leave comment