1.1.6 - આદિકવિ વાલ્મીકિને – ૬ / સુંદરજી બેટાઈ
વિફરી વકરી લક્ષ્મી દ્ગ્ધી લંકાવિદાહને
એક અગ્નિ-તિખારે, જે બલી જન્મેલ કાનને.
દંડકારણ્યને રોળ્યું ભલે ને ખરદૂષણે !
મહા અનિષ્ટને ટાળ્યું એ રામ નરભૂષણે.
નરવાનરમૈત્રીનું કરાવ્યું કામ્ય દર્શન;
વાનરોત્તમને સ્થાપ્યો કરી વર નરોત્તમ !
કામલક્ષ્મી તણી કીધી મૂઢતાને નિદર્શિત,
વિશુદ્ધ સ્નેહસૌભાગ્ય કર્યું અક્ષર મંડિત.
સુભ્રાતૃત્વ સ્થિર સ્થાપ્યું ભ્રાતા ભરતલક્ષ્મણે,
બન્ધુત્વ-કુબ્જતાનું યે મન્થરાના કુદર્શને.
અંધતા વિવિધાકાર નિરુપી દીપ્ત અક્ષરે.
૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી
0 comments
Leave comment