1.1.7 - આદિકવિ વાલ્મીકિને – ૭ / સુંદરજી બેટાઈ


વનપર્વતનાં આપે ઋતુકૌતુક ચીતર્યા,
નદીનિર્ઝરનાં ગાનો આપનાં પુણ્યનીતર્યા,
ને નભોદર્શનો દીપ્ત : સર્વ કાવ્યાર્થસંક્રમ્યાં.

વનેચર તણાં આપે સ્ફુરાવ્યાં સૌમ્ય દર્શન;
ઋતુચક્રો તણાં આપે પ્રવર્તન-નિવર્તન
નિરૂપી, વિશ્વનું આપે સ્ફુરાવ્યું ઋતદર્શન :

શ્રીમત્, ઊર્જિત જે તત્વ, ને જે તત્વ વિભૂતિમત્,
વિલસી ઉલ્લસી ઊઠ્યાં અનન્યે રામકાવ્યસત્.

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment