1.1.10 - આદિકવિ વાલ્મીકિને – ૧૦ / સુંદરજી બેટાઈ
વાનરોએ સેતુબન્ધે બાંધી’તી ભોમ ભોમથી,
આપના કાવ્યનો સેતુ લોકહૈયાં રહ્યો ગ્રથી !
રચી રામકથાકાવ્ય રસી આપે જગતકથા,
જેમાં જીવનનાં દુઃખો, સુખો તેમ સુખવ્યથા
સાર્થ વા વ્યર્થ વા-સર્વ નીતરંત યથાતથા.
૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી
0 comments
Leave comment