1.1.11 - આદિકવિ વાલ્મીકિને – ૧૧ / સુંદરજી બેટાઈ


જગત્-અરણ્ય વચ્ચે શું રંક નિસ્તાત હું ખરે ?
વ્યાસ છે, આપ છો, તાત ! આપ-વૈભવ વિસ્તરે
જાગે, કેમ પછી કોઈ કદી નિસ્તાત સંભવે ?
જગત્-ટાટ તણી ગુપ્ત વર્ષા ગ્રીષ્મે ય ઝરમરે.

ઉત્ફુલ્લ હૃદયે અર્પી સ્વીકારો આ નમસ્કૃતિ !
સર્વભાવે પિતા ! પ્રાર્થું મુજ હો વિમલા મતિ !
જગત્ અરણ્યનાં રમ્યો વિશે યાચું સદારતિ !
વિસંવાદો તણી યે હો ગતિ સંવાદિતા પ્રતિ !
હૃદયે હૃદયે વીણા બજો સાનન્દઝંકૃતિ !
રામદૃષ્ટા ! હૃદય હો સદા રામ-ઉપસ્થિતિ !
મતિ દો, ધૃતિ દો રમ્ય સ્મૃતિ કાવ્યપ્રભાવતી !
મહામુનિ ! મનોનેત્ર ! દિવ્ય ઓ કાવ્યભારતી !
ઓ આદિકવિ ! ઓ વાણી કાવ્યસત્ સુષમાવતી !

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment