56 - તને શબ્દથી નેડો સાજન / તુષાર શુક્લ


તને શબ્દથી નેડો સાજન
મને મૌનથી પ્રીત
તો ય આપણી વચ્ચે વહેતું
પ્રીત તણું સંગીત

તને બધું યે કહેવું ગમતું
જે કૈં મનમાં થાતું
મૌન રહી હું મનમાં મલકું
હૈયું મારું ગાતું
આંખો મારી કહી દેતી કે
તું તો મારો મીત

એકમેકના સથવારે છે
ફૂલની સંગ સુગંધ
શબ્દ અને આ મૌનની વચ્ચે
મીઠો ઋણાનુબંધ
મ્હેકું હું ને બ્હેકે તું છો
જેવી જેની રીત


0 comments


Leave comment