8 - ઉમંગો (મુક્તક) / ગની દહીંવાલા


મિત્ર ! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો,
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી ?!
કૈંક કરમાઈને ક્યારીમાં પડ્યાં છે એમાં,
જોઈ લેવા દે મને મારા ઉમંગો તો નથી ?!


0 comments


Leave comment