2.2 - શાને પૂર્યું ? / સુંદરજી બેટાઈ


સળિયે સળિયે સુવર્ણકંટક
એવે પંજર પૂર્યું
પંખી મુક્તગગનવન ઝંખે
શાને સદાય ઝૂર્યું ?
પૂર્યું ઝૂર્યું દિશાદિશાએ
તાકે ક્ષત-શત-ચૂર્યું
અરે એ શાને પૂર્યું ચૂર્યું ?


0 comments


Leave comment