2.3 - ક્હાન અને રાધા / સુંદરજી બેટાઈ


ક્હાન ક્હે :
     ‘રાધા, સાવ તું ગોરડી !’
રાધા ક્હે :
     ‘ક્હાન, તું શ્યામ !’
આષાઢી આભમાં આંખ્યું ઉલ્લોલતાં
રચે નવદ્યતિ ધામ !

મેઘને અંતર વીજ રમે,
     રમે વીજહૃદે ઘન શ્યામ :
ભક્તિ રમે ઘનશ્યામને અંતર,
     ભક્તિહૃદે ઘનશ્યામ !


0 comments


Leave comment