2.4 - ફૂલમાં ફૂલ ગુલાબ... ગુલાબ ! / સુંદરજી બેટાઈ


ફૂલમાં ફૂલ ગુલાબ-ગુલાબ !
    ગુલાબ મારું મને ક્યાંરે જડે ?
    હ્યાં તો કંટક તીક્ષ્ણ નડે-કનડે !

રંગમાં રંગ ગુલાલ-ગુલાલ !
    ગુલાલ મારો મને ક્યાં સાંપડે ?
    હ્યાં તો ધૂળફંગોળ ચોમેર ચડે !

સંગમાં સંગ મનેખ જ મનનું !
    મનેખ એ ક્યાં જગને વગડે ?
    હ્યાં તો તક્ષકો તનડાના તગડે !

ફૂલ ક્યાં ? રંગ ક્યાં ? મનનું મનેખ ક્યાં ?
    પ્રશ્નફૂટે મને કાં રગડે ?
    મર ફૂટે રહ્યું ગડે દગડે !

હું તો ફૂલમાં, રંગમાં, સંગ મનેખમાં....
ફૂલમાં ફૂલ ગુલાબ-ગુલાબ !

૬-૧૧-૧૯૭૪, નવી દિલ્હી


0 comments


Leave comment