2.6 - દેવે દીધેલ પુષ્પોને / સુંદરજી બેટાઈ


દેવે દીધેલ પુષ્પોને વન્દવાં અભિનન્દવાં;
કલાદોરે પરોવી વા સૌભાગ્યે અભિવર્ધવા;
દેવાં વા વેલ કે વૃક્ષે એનાં વજે જ સોહવા.
સલીલ અનિલે દેવાં લીલાલ્હેકે વિલોલવા,
તડકે-છાંયડે એને દેવાં હેતે હિલોળવા;
સુષમા એ રહો ધારી શીળી બ્રાહ્મમુહૂર્તમાં !

ભોમતારક એ સૌને વ્યોમતારકવૈભવે
રજની લહરે લ્હેરી મુદા દેવી મહાલવા.
ખેલવાં-ખીલવાં એનાં હજો નિત્ય નવોલ્લસ્યાં !
વિશાળે દૈવવૃક્ષે એ વિરાજો સુષમાછલ્યાં !
વનોદ્યાને જનોદ્યાને રમો રાજો સદાનવાં !

૧૦-૧૧-૧૯૭૪


0 comments


Leave comment