2.7 - જીવિત હો ભલે.....! / સુંદરજી બેટાઈ
લીલમલીલાં બાલતૃણોનું સરવર સાન્ધ્ય સમીરે
પેખી કો ભીતર મન્દ મનોરમ લીલા હીરવી લ્હરે !
ફૂલ દેખી મારું ચિત્ત ચમત્કૃત
ફૂલફૂલ થઈ ફૂલે;
બાલનયનના નન્દનદર્પણે
અંતર વિસ્મિત હર્ષણવર્ષણે
બાલ બની જઈ ઝૂલે !
નીલમ રાગે,
ફૂલસોહાગે,
બાલનયન અણતાગે
લ્હેરવું, ફૂલવું, ઝૂલવું કાં નહિ
કોક સામે અણમૂલે ?
જીવિત હો ભલે ઝાંખર્યું પાખર્યું
શતશત તીક્ષણ શૂલે !
૦૪-૦૬-૧૯૭૫, નવી દિલ્હી
0 comments
Leave comment