3.1 - લે હાથ, હે નાથ / સુંદરજી બેટાઈ
લે નેત્ર મારા, વિભુ સર્વનેત્ર હે !
રહો એ રમી પ્રીતિસુહાગદર્શને !
લે હાથ, હે નાથ ! તને સમર્પિત !
એ વર્તજો પ્રીતિ-પ્રયોજને તવ !
આ પાય મારા, પ્રભુ ઓ જગદ્ગતિ !
એની હજો પ્રીતિધર્મ સદારતિ !
સમગ્ર આ જીવિત, સર્વજીવિત !
ઉદાર ગંગે તુજ હો નિમજ્જિત !
મે – ૧૯૭૫, નવી દિલ્હી
[એક પ્રાચીન ખ્રિસ્તી સ્ત્રોત ઉપરથી]
0 comments
Leave comment