24 - વલણ હોય જુઠ્ઠું તો વાણી ફળે ના / હર્ષ બ્રહ્મભટ્ટ


વલણ હોય જુઠ્ઠું તો વાણી ફળે ના,
ઝરણ ચિત્રના કોઈ દિ’ ખળખળે ના.

અહીં ચોતરફ માત્ર પાણી જ પાણી,
અને કોઈનામાંય પાણી મળે ના.

સદા ટાઢ-તડકે અહીં ઊછર્યો જે,
સદા ઝળહળે સૂર્ય એનો ઢળે ના.

રહ્યું સામ્ય આ તીર ને શબ્દમાં પણ,
અગર નીકળી જાય પાછા વળે ના.

હવે જિંદગીમાં ન તું શોધ ખળખળ,
નદી ખૂબ ઊંડી થતાં ઊછળે ના.


0 comments


Leave comment