26 - વિરોધોનો આભાસ.... વિરોધાભાસ / હર્ષ બ્રહ્મભટ્ટ


આત્મહત્યા કોઈ કરતું,
ને ઝઝૂમી કોઈ મરતું.

કોઈ સળગે છે વિરહમાં,
કોઈ સૂનું સાવ ઠરતું.

એકલું પડવા ચહે કોઈ,
કોઈ લઈને ભીડ ફરતું.

કોઈ તરવૈયા સમું છે,
કોઈ હોડી જેમ તરતું.

એકબીજાથી અલગ સૌ,
વિશ્વ દર્પણ રોજ ધરતું.


0 comments


Leave comment