28 - ઊંડે ખૂબ ઊતરતી આંખો / હર્ષ બ્રહ્મભટ્ટ


ઊંડે ખૂબ ઊતરતી આંખો,
ક્ષિતિજ બની વિસ્તરતી આંખો.

વ્હાલભર્યા પડદાની પાછળ,
આંસુથી નીતરતી આંખો.

કદમ કદમ પર મ્હેંકે રસ્તા,
ખુશ્બૂ થઈ અવતરતી આંખો.

આભ સમી છે અસીમ કિંતુ,
વાદળ થઈ ઝરમરતી આંખો.

દૂર-દૂર ખોવાઈ જાતી,
કૈંક આંખને સ્મરતી આંખો.

‘હર્ષ’ શ્વાસની જેમ સહજ થઈ,
ભીતર હરતી-ફરતી આંખો.


0 comments


Leave comment