30 - શ્હેરમાં કાલે છવાયો, એ જ વખણાયો હતો / હર્ષ બ્રહ્મભટ્ટ


શ્હેરમાં કાલે છવાયો, એ જ વખણાયો હતો,
સ્ટેજ પરથી દોઢસો માણસને દેખાયો હતો.

જોક્સ કહી ચોપાનિયાની જેમ ફેંકાયો હતો,
આજ ક્હે છે ખૂબ એ શ્રોતામાં ઊંચકાયો હતો.

કરગર્યો’તો ખૂબ સૌને તાળીઓ ઉઘરાવવા,
છેવટે પોતે જ નાટક થઈને ભજવાયો હતો.

ભૂખ પણ કેવી પ્રસિદ્ધિની ? બધે દોડી ગયો,
જ્યાં અને ત્યાં એકસરખો એ વગોવાયો હતો.

સાવ આ કેવો છે માણસ, ‘હર્ષ’ પૂછ્યો પ્રશ્ન જ્યાં,
એ પછી પ્રત્યેક માણસમાં એ દેખાયો હતો.


0 comments


Leave comment