36 - ગઝલ – તરબર સાંપડે / જગદીપ ઉપાધ્યાય


તરબર સાંપડે શ્વાસ હર કોઈને,
કોઈને બાગ, ભીની લહર કોઈને.

હોય ઘર રાહ જોતું ઘરે કોઈની,
ભીડમાંયે રહે યાદ ઘર કોઈને.

પ્રિય રૂઠ્યું બહારો મહીં હોય ના,
વેઠવી ના પડે પાનખર કોઈને.

દૂર ભ્રમ પાપનો સંત આવી કરો,
ડંખતો હોય જે ઉમ્રભર કોઈને.

વાંસળીના બની જાય ઘન સૂર સૌ,
કોઈની ના રહે કૈં ખબર કોઈને.

'વિશ્રામ' - ૨૫૦મો અંક : નવેમ્બર – ૨૦૦૦


0 comments


Leave comment