43 - મુક્તક - તું રાતને પાલવ / જગદીપ ઉપાધ્યાય


તું રાતને પાલવ વણાયું ઝાકળી પ્રભાત છો.
આ વાયરાના હોઠ પર થરકી રહી તે વાત છો.
છે હાજરી તારી છતાં શાને નથી સુગંધ ત્યાં,
ઓળખ તને, નાની છતાં તું ફૂલ કેરી જાત છો !

"વિશ્રામ" દિપોત્સવી અંક : ઓક્ટો. - ૧૯૯૮


0 comments


Leave comment