68 - ચાલ, શિખરથી ઊતરી આપણ / તુષાર શુક્લ


ચાલ, શિખરથી ઊતરી આપણ
તળેટીમાં જઇ મળીએ
એકમેકમાં ઓગળીએ ને
એકમેકમાં ભળીએ

શિખર ઉપર છે શૂન્ય
શૂન્યમાં સંભવ નહીં સંવાદ
વ્હાલ તણું વાતાવરણ મળતાં
શમે વાદ વિખવાદ
સ્નેહ તણા દીપક થઇ આપણ
ઝગમગીએ, ઝળહળીએ

આમ આપણે પાસે પાસે
આમ આપણે દૂર
આજ લગી તો જામમાં છલક્યાં
અવ બનીએ ચકચૂર
અલગ અલગ અક્કડ થઇ જીવતાં
અરસ પરસ,, ચલ, ઢળીએ


0 comments


Leave comment