3.6 - દુર્ભાગ્યદૈવત હે ! / સુંદરજી બેટાઈ


‘ते तुं छे’* લખવાર મેં ગોખ્યા કર્યું;
‘हु ब्रह्म छु’* શતવાર વાગોળ્યા કર્યું :
પણ હાય,
‘ते તો ते જ’, ‘हूँ તો हूँ જ’ એ ભ્રમગુંજમાં
પંડે પ્રપંચિત કામણી ને દામણી મધુકુંજમાં
શતકપટપુષ્પે ક્ષુબ્ધ તો યે લુબ્ધ
મારું ચિત્ત ચોર રમ્યા કર્યું !
મધુ-અશન વિષરસવમન કરતું અમનચમને ઉલ્લસ્યું !
દુર્ભાગ્ય ઓ રે અધિક તે હોયે કશું ?
દુર્ભાગ્યદૈવત હે ! તને કહેવું જ શું ?

૦૪-૦૬-૧૯૭૫, નવી દિલ્હી
* ‘ते तुं छे’ = तत्वमसि
* ‘हु ब्रह्म छु’ = अहं ब्रह्मास्मि


0 comments


Leave comment